નિદાનહજી વહેલું પરોઢ થતું હતું. આછો ભૂરો ઉજાસ પૃથ્વીની આંખો હળવેથી ઉઘાડી રહ્યો હતો. સાવ ધીમી તાજા, ઠંડા પવનની લહેરો વહેવી શરૂ જ થયેલી. ત્યાં જ વિદીતે એકદમ દર્દભર્યા અવાજે બૂમ પાડી મમ્મીને બોલાવી.ઘરનાં સહુ પરોઢની મીઠી ઊંઘ માણી રહ્યાં હતાં ત્યાં આ કણસતા અવાજે વિદિતે પાડેલી બુમે સહુનું ધ્યાન ખેંચ્યું.મમ્મી તો ઊઠીને તરત વિદિતના રૂમમાં દોડી. આમ તો વિદિત કોલેજમાં ભણતો હતો અને સારો એવો સહનશીલ હતો. નાની અમથી પીડા કે ઘા ઘસરકામાં એ કોઈને કહે પણ નહીં. મમ્મી જે જોયું તે માની શકી નહીં. વિદિત આમથી તેમ પોતાને ફંગોળે, પેટ બે હાથે દબાવી રાડો પડે, ટૂંટિયું વાળે, બે પગ