લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-36 “કંઈ કામ હોય તો હવે હું થોડાં દિવસ બરોડા જ છું...! બરોડા જ છું...!” વિકટના એ શબ્દો હજીપણ સિદ્ધાર્થને પડઘાઈ રહ્યા હતા. તે જાણતો હતો કે વિકટ સમજી ગયો હતો કે પોતે તેનાથી કઈંક છુપાવી રહ્યો છે. ઈચ્છવા છતાંય સિદ્ધાર્થ વિકટને કશું કહી ના શક્યો. છેવટે વિકટ બરોડા જવા નીકળ્યો એ પછી તે પાછો ઘેર આવી ગયો હતો અને થોડીવાર માટે ઊંઘની એક ઝબકી મારી લઈ પાછો ઉઠી તૈયાર થઈને પાર્ટી પ્લૉટ પર હવન માટે જઈ રહ્યો હતો. ઊંઘીને ઉઠ્યા પછી પણ તેનાં મનમાં એના એજ વિચારો ચાલી રહ્યાં હતાં. “મારી વાત