આસપાસની વાતો ખાસ - 12

  • 330
  • 110

11. શિખરનો પત્થર હોસ્ટેલ લાઇફ તો બધાની સાવ બેફિકર જ હોય. આમ તો અમે  બધા જ હોસ્ટેલાઇટ્સ  સંપૂર્ણ અવ્યવસ્થિત, બેજવાબદાર . ભણવામાં વ્યસ્ત અને પાછા ઘરથી દૂર એકલા એટલે એમ જ હોય. પણ એ અમારા  બધામાં સહુથી  વધુ લઘરો  લાગતો હતો. ત્રણ દિવસે  તો નહાય.  ભલે  નજીક ઉભે એને ગંધાતો લાગે. કપડાં   પણ કાર્ટૂન જેવાં પહેરે. ઉપરથી  તેને પાનનો શોખ લાગ્યો. હોઠના ખૂણે લાલ થૂંક હોય જ. દોસ્તોની મઝાકનો  એને ફેર નહોતો પડતો. જવા દો, દેખાવને શું કરવું છે? પણ જિંદગીમાં અમુક કામ માટે આપણે જવાબદારી લઈએ તો વ્યવસ્થિત રીતે નિભાવવી તો પડે ને?  આને તો જવાબદારી એટલે શું એ સમજાતું