અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે. કેલેન્ડરના છેલ્લા પાને અટકેલા સપનાઓ, ઈચ્છાઓ, કંઈક નવું કરવાના વિચારો, કોશિશો, વાયદાઓ, અનુભૂતિ, અભિવ્યક્તિ, પ્રયત્નો, આવનારા વર્ષના મુઠ્ઠી બાંધીને લઈ જઈને મન ભરીને જીવી શકાય એવી નવા વર્ષની શુભેચ્છાઓ. દરેક સપનાઓને હકીકતમાં સાચા સ્વરૂપે જીવી શકાય, મન ભરીને, મનમાં ભરીને નહીં, તો સપના સાચા અર્થમાં સાર્થક છે. જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે ઘણા લોકો પોતાની જાત સાથે અમુક વાયદાઓ કરતા હોય છે. જેમ કે નવા વર્ષથી રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ, કે નવા વર્ષથી આ વ્યસનને મુકવાનું છે, આ વર્ષમાં આ ગોલ મેળવવાનો છે, કે પેલું ધ્યેય