લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી. થોડા સમય પહેલાંનાં વરઘોડિયાં હવે નવવિવાહિત પતિપત્ની બની ચૂક્યાં હતાં. કન્યાવિદાયનો વખત થવામાં હતો. વરવધૂ કૂળદેવતાને અને ગોત્રજને પગે લાગી ચૂક્યાં હતાં. વિદાયની આખરી રીત રસમના ભાગરૂપે બારણે કંકુનાં થાપા દેવાઈ ચૂક્યાં હતાં. અત્યાર સુધી હરખે ઉભરાતું વાતાવરણ એકાએક ગંભીર બની રહ્યું હતું.દીકરીની વિદાયની ઘડી લગભગ આવી પહોંચી હતી. દીકરીની વિદાયનો પ્રસંગ આમેય આકરો હોય છે.વિદાય થતી દીકરીની મા જમાઈને કાંઈક પૂછી રહી હતી. આ પ્રશ્ન નહીં એક જાતની ખાતરી લેવાનો પ્રયાસ હતો - સાસુમા જમાઈને પૂછી રહ્યાં હતાં - “તમે મારી દીકરીને બરાબર જાળવશો ને ? અમે એને હથેળીનો છાંયડો કરી ફૂલની જેમ ઉછેરી છે. પાણી માગ્યું ત્યાં દૂધ