શ્યામા :"તું તો મારી ફ્રેન્ડ હતી ? તારે શા માટે આવું કરવું પડ્યું? મારી જિંદગી નું કશું જ ના વિચાર્યું?-શ્યામા રડતી હતી અને એની ફ્રેન્ડ સીમા ને લડતી હતી.અત્યારે અમદાવાદ માં ચારેકોર નવરાત્રી નો માહોલ છે. આજે ચોથો દિવસ છે.શહેર માં ઉત્સવ નો માહોલ છે.માત્ર પોળ માં રહેતી શ્યામા એન્ડ ફેમિલી પર મુસીબત નો પહાડ તૂટી પડ્યો હતો.શ્યામા ગ્રેજ્યુએટ યુવતી,થોડીક શ્યામ હતી, ઘાટીલી અને સુંદર દેખાવ ધરાવતી સંસ્કારી અને સમજદાર છોકરી હતી.એના પપ્પા ગુણવંતરાય માધ્યમિક સ્કૂલ માં પ્રિન્સીપલ હતા.મમ્મી સારી ગૃહિણી હતી.પરિવાર સાથે જોડાયેલ એક નામ એટલે સીમા.શ્યામા ની ક્લોઝ ફ્રેન્ડ. (અંગત મિત્ર).ઘરમાં બધા સભ્યો બેઠાછે.એક આરોપી ની જેમ સીમા ઉભી