શમ્મી કપૂર હિન્દી ફિલ્મોમા નાયકોની સ્થાપિત છબિને તોડનાર બાગી સ્ટાર શમ્મી કપૂર એવા અભિનેતાઓમા એક હતા જેમણે પડદા પરના નાયકોને તમામ બંધનોમાંથી મુક્ત કર્યા હતા. એટલુ જ નહીં તેમણે પોતાની અભિનય શૈલી ખાસ કરીને ગીતોમા પરિવર્તન લાવીને નવી સ્ટાઇલથી ડાંન્સ કરવાનું પસંદ કરતા હતા. તેમણે પોતાની અભિનય ક્ષમતામા એક નવી તાજગીનો અનુભવ કર્યો હતો જેને યુવાઓ પણ પસંદ કરતા હતા. શમ્મી કપૂરના રૂપમા હિન્દી સિનેમા જગતને એક એવા એકટર મળ્યા કે જેમનો જોશ, શરારત, ચુલબુલાપન હોવાની સાથે સાથે બગાવતી તેવર પણ હતા. એ સમયે બધા જ એકટરોથી અલગ તેમણે અભિનય કર્યો હતો જે મુશ્કેલ કામ તો હતું જ અને રૂઢિ