9..સાવ અજાણતાં એ તો હું જ સહન કરી શકું. રોજનું થયું. હું પરણીને આવી ત્યારથી એમનો ગુસ્સો સહન કરતી આવેલી. ગમે ત્યારે નજીવી બાબતમાં એકદમ ગુસ્સે તો થઈ જાય, જે હાથમાં આવે એનો મારી ઉપર ઘા કરે. મારા હાથ, બાવડું, વાળ, જે અંગ પહેલું હાથમાં આવે એની ઉપર અત્યાચાર થયો સમજવો. તમાચા, ધોલ ને લાતો પણ ખરી. આવી મારકૂટ મારે તો રોજની થઈ ગઈ. બહાર બધું કોને કહેવું? નાહક ઘરના ભવાડા બહાર પાડવા? વાતમાં કાઈં દમ હોય નહીં ને બસ, કારણ વગર મિજાજ જાય એટલે એમનો હાથ ઉપડે. હું તેઓ હાથ ઉપાડે ત્યારે ચૂપચાપ માર ખાઈ એક ખૂણે બેસી આંસુ સારી લેતી.