અમેરિકામાં ૧૯૭૦ના દાયકામાં બનેલી આ એક સત્યઘટના છે. ડોના નામની એક યુવતી પોતાનું ગ્રેજ્યુએશન પતાવી નર્સિંગની તાલીમ લઈ રહી હતી. એન્જી નામની એક અન્ય યુવતી સાથે તે પોતાના ઘરથી દૂર એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. એન્જી પણ નર્સ બનવાની તાલીમ લઈ રહી હતી. ડોનાની વર્ષગાંઠ પર તેને તેની મમ્મીએ એક ભેટ મોકલાવી હતી જે એક જૂનીપુરાણી ઢીંગલી હતી. અમેરિકામાં હોબી સ્ટોર તરીકે ઓળખાતી દુકાનો આવેલી હોય છે જ્યાં સેકન્ડ હેન્ડ ચીજો સસ્તામાં મળી જતી હોય છે. આવા જ કોઈ હોબી સ્ટોરમાંથી ડોનાની મમ્મીએ ડોના માટે એ ઢીંગલી ખરીદી હતી. કાપડની બનેલી એ ઢીંગલી દેખાવે સુંદર હોવાથી ડોનાને પહેલી જ