નિતુ - પ્રકરણ 67

  • 816
  • 552

નિતુ : ૬૭(નવીન)નિતુનાં જીવનમાં શું નવું થશે એ કહેવું મુશ્કેલ હતું. એ પોતે હાલ એ જ ગડમથલમાં હતી અને એના કારણે તે પોતાના પર  સરખું ધ્યાન નહોતી આપી શકતી. સાંજનો સમય થયો અને લગભગનો સ્ટાફ પોતાના ઘર તરફ રવાના થઈ ચુક્યો હતો. નવીનનો સમય નિતુ કરતા મોડો હતો.તેણે નોંધ્યું કે આજે નીતિકા કોઈ વિચારોમાં ખોવાયેલી છે અને તેણે તેને ડિસ્ટર્બ કરવાનું પસંદ ના કર્યું. લંચ પછી વિદ્યાની કેબિનમાંથી પાછી આવી ત્યારથી તેનું કામમાં ધ્યાન નથી અને બેધ્યાન બની તે ખુરશીને ટેકવીને બેઠી છે. આજે સમય થયો હોવા છતાં તે કેબિનથી બહાર નહોતી નીકળી. નવીને એ સમયે પણ તેને કશું ના