સોલમેટસ - 3

  • 428
  • 162

આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથે ડાયરી વિષે થયેલી વાત યાદ આવે છે. એક ઢળતી સાંજે અદિતિ અને આરવ ઘ-૪ના ગાર્ડનમાં બેસેલા હતા. આકાશ જાણે કુદરતના બધાજ કલરને આવરી લેવા માંગતું હોઈ એમ સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી હતી. અદિતિ એની ડાયરીમાં પોતાની ગમતી મોરના પીંછા વાળી કલમથી લખી રહી હતી. આ એ જ કલમ હતી જે આરવએ અદિતિને એના જન્મદિવસ પર ભેટ આપી હતી. આરવ થોડી વાર અદિતિ સામે અને થોડી વાર કુદરતની આ કળાને નિહાળતો હતો. આસપાસ નાના બાળકો રમતા હતા. એના વાલીઓ પોતાની જગ્યા લઈને લીલીછમ લોન પર બેસીને સોનેરી સાંજ