નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછો થયો હતો. વિદ્યા તેને કેમેરાથી જોઈ શકતી હતી પરંતુ સાંભળી શકતી નહોતી. તેનાં પર નજર રખનાર એકમાત્ર માણસ નવીન તેનાં પક્ષે આવ્યો એની તેને ખુશી હતી.લંચનો સમય થઈ ગયો હતો અને રોજની માફક સમગ્ર સ્ટાફ કેન્ટીનમાં લંચ માટે પહોંચી રહ્યો હતો. ટેબલ પર બેસતાં અશોકભાઈએ ભાર્ગવને પૂછ્યું, "અરે! આ નવીન હજુ સુધી નથી આવ્યો?""એ તો આવી ગયો. ત્યાં જૂઓ..." તેણે નિતુનાં ટેબલ તરફ જઈ રહેલાં નવીન તરફ ઈશારો કરતાં કહ્યું."એ બાજુ ક્યાં જાય છે?" કરુણાએ પૂછ્યું.ભાર્ગવે જવાબ આપતા કહ્યું, "નિતુ પાસે.""નિતુ પાસે?" આશ્વર્ય સહ અશોકે પૂછ્યું."હા, કહેતો