લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વરમાં તો સરસ વ્યવસ્થા હતી પણ નીચે મોટાં કમ્પાઉન્ડમાં અતિ અવ્યવસ્થા, કોઈ કોલેજની છોકરીઓની અશિસ્ત અને છૂટો દોર મળ્યો હોઈ અનસેન્સર્ડ ભાષા બોલતી હતી અને એક બે ભેળ વાળા પાસે તેમનું મોટું ટોળું હતું. સૂકી ભેળ લેવા પડાપડી હતી. વારો નહીં આવે એમ લાગતાં અમે એ છોડી ભૂખ્યાં જ કોટેશ્વરથી રવાના થયાં ત્યારે બપોરે 3.15 થયેલા.જતા પહેલાં ફરીથી 30 પગથિયાં ઉંચે કોટેશ્વર મંદિરનાં શિખરને નમન કર્યાં અને દરિયાની અસીમ ભૂરાશ આંખોમાં ભરી લીધી. ફરીથી એ ટુંકી પણ દરિયા વચ્ચેની નાની કેડી પર દોડતો જઈ આવ્યો.નજીક હોડીઓ ઊભેલી એ માટે કહેવાયું