લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-31 “ટિંગ ટોંગ....!” વહેલી સવારે પાંચ વાગે સિદ્ધાર્થ બરોડા ઘરે આવી પહોંચ્યો હતો. આવતી વખતે રસ્તામાં બે-ત્રણ વખત પડેલાં વરસાદી ઝાપટાંઓને લીધે સિદ્ધાર્થે ધીમી સ્પીડે બાઇક ચલાવવાની અને વરસાદથી બચવા હાઇવે ઉપર પેટ્રોલ પંપ ઉપર અટકવાની ફરજ પડી હતી. જેને લીધે ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું હતું. ધીમી સ્પીડે બાઇક ચલાવી-ચલાવીને સિદ્ધાર્થ થાકી અને કંટાળી ગયો હતો. એમાંય ઓલમોસ્ટ આખી રાત ડ્રાઈવ કર્યા કરવાને લીધે તો કમરના મણકામાં તેણે અસહ્ય દુ:ખાવો અનુભવ્યો. ઘરમાં કામ કરતાં સર્વન્ટ કિરણકાકાએ દરવાજો ખોલતાં જ સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું અને અંદર એન્ટર થઈ ગયો. “બવ