સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૯ – ભુજડો પહોંચ્યા ધૂળીચંદ અને મહાદેવના પહોળા થઇ ગયેલા ચહેરાઓ જોઇને રાજકરણને આશ્ચર્ય થયું. ‘કેમ આમ તમે બંને ગભરાઈ ગયા હોવાનું દેખાય છે? મરુભૂમિ કેમ પસાર થશે એનો ભય છે કે શું?’ રાજકરણે સીધો મુદ્દાનો જ સવાલ કર્યો. બે ઘડી તો ધૂળીચંદ અને મહાદેવ એકબીજાના ચહેરા જોઇને રાજકરણને શો જવાબ આપવો એ વિચારી રહ્યા. છેવટે ધૂળીચંદને કોઈ વિચાર સૂઝ્યો