રાય કરણ ઘેલો - ભાગ 38

  • 356
  • 130

૩૮ જીવનદીપ બુઝાયો!   સમંદરી જાતિ છેક દધિપદર થોભી હતી. એ ત્યાં પળ બે પળ રોકાઈને તરત જ આગળ વધવાની હતી. પણ સિંહભટ્ટની નજર હવે મહારાણી તરફ પડી, અને એ લેવાઈ ગયો. મહારાણીનું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું. ‘આ હા!’ એ સમજી ગયો. લશ્કરગાહમાંથી ભાગવાનું થયું ત્યારે કોઈ તુરુકની તલવાર પાછળથી કામ કરી ગઈ હોવી જોઈએ. મહારાણીબાએ અજબ જેવા ધૈર્યથી એ વખતે આ વાતની એક નાનકડી નિશાની પણ જણાવા દીધી ન હતી. એ જાણવા દીધી ન હોત તો એ ત્યાં જીવન-મરણનો પ્રશ્ન બની જાત. પણ એ ગમે તે ક્ષણે ઢળી પડવાની તૈયારીમાં હતો. સિંહભટ્ટના શોકનો પાર રહ્યો નહિ. તે ત્યાં