રાય કરણ ઘેલો - ભાગ 5

  • 468
  • 256

૫ મહારાણી કૌલાદેવી   મહારાણી કમલાવતીનું બીજું નામ કૌલાદેવી. વધારે પરિચિત એ નામે જ હતી. અત્યારે એ આંહીં આવી ચડી તેમાં કોઈ નવાઈ ન હતી. એને ગળથૂથીમાથી એક વાત મળી હતી. એ રજપૂતાણી હતી, ને રજપૂતની સમશેરને એ વરી હતી! તેણે એક પરંપરા જોઈ હતી. રજપૂતોમાં કેસરિયાં કરવાની. રજપૂતાણીની જૌહર કરવાની. એના રોમેરોમમાં પણ એ જ અગ્નિ બેઠો હતો.  તે કરણરાયની વાત જાણતી હતી. પાટણ હજી ગોઠવાઈ રહે તે પહેલાં જો તુરુષ્ક વાવંટોળની માફક અહીં આવી ચડે, તો કરણરાયને કેસરિયાં સિવાય બીજો કોઈ જ માર્ગ ન હતો. હા, બીજો માર્ગ હતો. દેવગિરિનાં યાદવનો. નમી પડવાનો – નાક કાપવાનો.  એટલે તે