૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર આવી ગયા હતા. દુર્ગમ અને અણનમ રહેવા સરજાયેલી પોતાની દુર્ગમાળાના ભીષણ ખડકોમાં, વીર જોદ્ધા સમો એ એકલો અને અટંકી ઊભો હતો. પણ દેવગિરિના યાદવરાજ રામચંદ્ર જેવા નમી ગયા, પછી એની એ અણનમ ધજા કેટલી વાર ટકવાની? એ આંહીં પાટણમાં આવ્યો હતો એટલા માટે. પણ આંહીંની હવા જોઇને એનું મન ઉદાસ થઇ ગયું. આંહીં પણ અંદરોઅંદર ઝેરવેર હતાં. તુરુષ્ક દિલ્હીથી હવે જ્યારે નીકળશે ત્યારે સૌને રોળીટોળી નાખશે. આંહીં પાટણમાં અને રંગ હતા. કોઈ એક જમાનામાં ગુજરાતના મહામંત્રીઓ વસ્તુપાલ તેજપાલ* – દિલ્હીને વશ કરવામાં, સમાધાન મેળવવામાં ફાવી ગયા હતા, એ સિદ્ધિનું આકર્ષણ અત્યારના