રાય કરણ ઘેલો - ભાગ 1

  • 1k
  • 1
  • 420

ધૂમકેતુ ૧ પાટણપતિ   આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો ભલે, બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો.  સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ