ફરે તે ફરફરે - ૬૩ આઝાદીના લડવૈયા બાપુજી ગાંઘી બાપાના ચુસ્ત સૈનિક તો હતા જ એટલે સમય નામની દવા તેમને પહેલા જ પીવરાવી હશે એટલે બાપુએ પોતાના સંતાનોમા "ટાઇમ ટુ ટાઇમ" જીવવાનુ,ઘુટી ઘુટીને પાયુ પણ અમારા પાંચ ભાઇ બહેનમાથી મને સૌથી વધારે પીવડાવ્યુ ...આજે અડસઠ વરસે એલાર્મ ઘડીયાળ થઇ ગયો છું..તેના ગેરફાયદા મને પણ થયા છે જેમકે ક્યાંય પણ સારા માઠા પ્રસંગે ફંક્શનમા પહોંચવાનુ હોય ત્યાં બિફોરટાઇમ પહોંચી જાવ છુ...ઉમેશઉતાવળાએ મને ફોન કરીને "બાપા સિરીયસ છે જલ્દી આવી આવી જાવ " એને બિચારાને એમ કે ચંદુકાકા સ્કુટર દોડાવશે તોય અડધા કલાકમા માંડ પહોચશે પણ પંદર મિનીટમા મેં તેના ઘરની