ફરે તે ફરફરે - 60

  • 170
  • 52

ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા નાસ્તા કરી સામાન ગાડીમા મુકી ચેક આઉટ કર્યુ ત્યારે આઠ વાગ્યા હતા.. ગુગલકુમારી આજે મીઠા અવાજે અમને ઠપકો આપતી હોય કે "શું અટલા વહેલા વહેલા દોડો છો જરાક તો જીવને જપ રાખો..."એવુ મને લાગ્યુ.વીસેક મીનીટના ડ્રાઇવ પછી  ચેકપોસ્ટ આવી મીલીટરી ના જવાને કડક પુછપરછ પછી કડક સુચના આપી ..."નો લેફ્ટ નો રાઇટ નો સ્ટોપ નથીંગ ઓકે ગો સ્ટ્રેટ...એન્ડ નો સ્પીડીંગ ઓનલી સ્પીડ  યુ ગો  ૩૦ માઇલ્સ... મિલિટરી ઓપરેશન ઇઝ ગોઇંગ ઓન..." એક તો કડદમજી જેવા છ ફુટ ઉપરનાં કડક ચહેરાને જોઇને જી જી થઇ જાય બીજું હાથમાં ઓટોમેટીક ગન…! મારાથી