આસપાસની વાતો ખાસ - 8

7. ભરોસો તેઓ એ  એરલાઈનના એક સિનિયર અધિકારી  હતા.ઓફિસના કામે આજે અન્ય શહેરમાં ગયેલા. કામ પૂરું થતાં તોફાની હવામાન  વચ્ચે  તેમણે  આ શહેરથી પોતાને શહેર, પોતાને ઘેર જવા  અન્ય મુસાફરો સાથે ફ્લાઈટ પકડી.   કાળાં ડિબાંગ વાદળો અને જોરથી  ફૂંકાતા પવનો  વચ્ચે  એરપોર્ટ પરનો કાળા સફેદ પટ્ટા વાળો હવાની રૂખ બતાવતો પટ્ટો આમથી તેમ ફડફડતો હતો ત્યાં સામેનાં  શહેરમાં હવામાન ક્લિયર છે તેમ સૂચના મળતાં પાઇલોટે ફ્લાઈટ ઉપાડી તો ખરી.ચોમાસાના દિવસો હતા.  વિમાન ઉડ્યું ત્યારે તો હવામાન ચોખ્ખું હતું પણ ઓચિંતો હવામાનમાં પલટો આવી વરસાદ  અને ગાજવીજ થવા લાગી. આકાશમાં જ તોફાન વચ્ચે વિમાન ફસાયું. જોરદાર પવનમાં વિમાન સખત હાલકડોલક થવા લાગ્યું.  બારી બહાર