અપહરણ - 11

11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થોમસ અને જેમ્સ કરાડની ઓથે થાકી હારીને પડ્યા હતા. પરિસ્થિતિને અપનાવીને થોડી વાર પછી અમે પોર્ટેબલ (સમેટી શકાય એવો) તંબૂ કાઢીને તેના છેડાઓને જમીનમાં ખોડવાનું શરૂ કર્યું. રાત્રિ રોકાણ માટે એક તંબૂ અમે અમારી સાથે રાખ્યો હતો. પવનની ગતિ હજી ઓછી નહોતી થઈ. પવનના જોરદાર સપાટાથી તંબૂ હાલકડોલક થતો હતો. અમે ત્રણેય અંદર લપાઈને બેઠા હતા, કારણ કે ઠંડી ખૂબ હતી. ‘આ સાલો, પિન્ટો ! દગાબાજ નીકળ્યો ! હું એને છોડીશ નહીં.’ જેમ્સે ક્રોધાવેશમાં આવીને દાંત કચકચાવ્યા. ‘આપણે પહેલાં જ ધ્યાન રાખવાની જરૂર હતી.’ મેં ટોસ્ટના ડબ્બામાંથી એક ટોસ્ટનો ટુકડો