વિશ્વ સાહિત્યના રહસ્યમય પુસ્તકો

સાહિત્યનો ઇતિહાસ એવા પુસ્તકોનો સાક્ષી છે જેને આપણે આજે રહસ્યાત્મય પુસ્તક તરીકે ઓળખીએ છીએ કારણકે આ પુસ્તકોનો અર્થ ગુઢ રહ્યો છે અને તે સામાન્ય વ્યક્તિની સમજથી પર રહે છે ખાસ કરીને તેરમી સદીમાં લખાયેલા અનેક પુસ્તકો એવા છે જેને આપણે આ સંજ્ઞા આપી શકીએ તેમ છે. આ પુસ્તકો ઐતિહાસિક બની રહ્યાં છે.કેટલાક પુસ્તકોના વિષયવસ્તુએ તેને રહસ્યમય બનાવ્યા છે તો કેટલાક પુસ્તકોની ભાષાએ તેને રહસ્યમય બનાવ્યા છે તો કેટલાક પુસ્તકોમાં અપાયેલી સંજ્ઞાઓ અને પ્રતિકો અત્યાર સુધી કોઇની સમજમાં આવ્યા નથી. આ પુસ્તકોમાં એક પુસ્તક છે જેને કોડેક્સ સેરાફિનિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ પુસ્તકની ભાષા કઇ છે તે કોઇની સમજમાં