આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ હજુ બધા માટે અકબંધ હોય છે. આત્મહત્યા ક્યાં કારણે કરી એ તો અદિતિના ફોનમાં રહેલા ફોટો દ્વારા જાણવા મળ્યું અને એ પુરાવાના આધારે આ કેસને મર્ડરમાં પણ ફેરવવામાં આવ્યો છતાં પણ કોણે આ ફોટા મોકલ્યા એ જાણી શકવા માટે પોલીસ અઠવાડિયા પછી પણ અસમર્થ હતી.આમ જોતા તો આ કેસ ફટાફટ સોલ્વ થઇ જાય એવો હતો. અદિતિના ફોનમાં આવેલા મેસેજના નંબર પરથી આરોપીને પકડી શકાય એમ હતું પણ એ નંબર ફક્ત ચાર આંકડાનો ૦૬૦૮ હતો. કોઈ લોકેશન કે નંબર પરથી આગળ કોઈ માહિતી પોલીસને મળી શકી નહોતી. હજુ પણ પોલીસ દ્વારા