5.મધરાતનો મિત્રઆજે અમે સહુ હોસ્ટેલાઇટ્સ ખૂબ ટેંશનમાં હતા. અમારી વાર્ષિક પરીક્ષા ચાલતી હતી. આ અમારી કારકિર્દીનું અંતિમ વર્ષ હતું. આ પરીક્ષા પણ અમારી સંસ્થામાં અઘરી ગણાતી. ભલભલા હોંશિયાર કહેવાતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફેઇલ થતા તો ઉચ્ચ કારકિર્દીનાં સપનાં રોળાઈ જતાં. માબાપના લખલૂટ પૈસા પાણીમાં જાય એ અલગ.પહેલા પ્રયત્ને પાસ થવું ખૂબ અઘરું હતું. તે ઉપરાંત જરૂરી ન હતું કે તમે બીજા કે ત્રીજા પ્રયત્ને પણ પાસ થાઓ.આ જ કારણે હું પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ ટેન્શનમાં હતો.મેં આખો દિવસ સતત વાંચ્યા જ કર્યું. સાંજે થોડો વખત ઊભા થઈને ઊંડા શ્વાસ લેતાં હોસ્ટેલની લોબીમાં આંટો મારતાં મેં આજુબાજુની રૂમોમાં જોયું તો સહુ