2024, મે 16, રાતના ૧૧:૪૫ કલાક “તૈયાર..?” સુરત રૅલ્વે સ્ટેશનથી જમણી તરફ ધોળકીયા ગાર્ડન જવાના માર્ગ પર આવેલ સોસાયટીના મકાન નંબર ૩ના બૅડરૂમમાં એક વ્યક્તિ તૈયાર થઇ રહ્યો હતો, સાથે સાથે તૈયારી પણ કરી રહ્યો હતો. જમણી તરફની દીવાલ પાસે ગોઠવવામાં આવેલા લાકડાના ટેબલ પર એક ધારદાર ચાકુ, અને બરોબર તેની બાજુમાં જ એક સ્મિથ એન્ડ વેસન બનાવટની ૦.૩૮ બેરલ પિસ્તોલ મૂકેલી હતી. ટેબલ પર ૦.૩૮ની કાર્ટ્રીઝનું બોક્સ પણ હતું. મજબૂત દોરડું, દળદાર ઝાડ કાપવા માટે વાપરવામાં આવતું ઑટોમેટિક કટીંગ મશીન, હાથના કાળા મોજાં, મોજાના રંગ જેવા કાચ ધરાવતા ચશ્મા, ટેબલ પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. આ બધાની સાથે