રેડ સુરત - 1

  • 2.6k
  • 2
  • 1.2k

2024, મે 17, સુરત                 સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના કારણે ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો. બન્ને અર્ધા આકારથી ચોક્કસ અંતરે પીલર્સ હતા, જેના સાથે જોડાયેલી દિવાલ અને પીલર્સ પોતે છતના આધારસ્તંભ હતા, જે છતમાં નવ ચોરસ આકારોએ