સંઘર્ષ - પ્રકરણ 18

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૮ –  ગંડુરાવને મળ્યા બે પરચા   ગંડુરાવ અને નાયક ઝડપી પગલે ગામના મુખ્ય ચોકમાં આવ્યા જ્યાં સેનાપતિના હુકમ અનુસાર બધા ગામવાળાઓને અગાઉથી જ હાજર કરી દેવામાં આવ્યા હતા. ગંડુરાવ વડના મોટા ઝાડની આસપાસ બનાવેલા ઓટલા ઉપર ચડ્યો તેની પાછળ નાયક પણ આવીને ઉભો રહી ગયો. ઓટલા પર ચડતાની સાથે જ ગંડુરાવે એક નજર સમગ્ર દર્શકદીર્ઘા ઉપર ફેરવી લીધી, એને અહીંની એક