સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૭ – કબૂતર ઊડી ગયું સેનાપતિ ગંડુરાવે તરત જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધા. રાજ વિરુદ્ધ બળવો થઇ રહ્યો છે એની ગંધ આવતાની સાથેજ તેણે આ બળવાને દબાવી દેવાના પોતાના પ્રયાસો શરુ કરી દીધા. તેણે એક ઝડપી ઊંટડીસવાર સંદેશવાહકને પલ્લડી ગામ મોકલ્યો એ સંદેશ સાથે કે તેણે ગામના નાયકને મળવું અને રાજકરણને ઊંઘતો ઝડપી લેવાનું કહેવું અને પકડી લીધા બાદ બને તેટલી