એક નવયુગલ ને પત્ર

  • 1.3k
  • 364

પ્રિય x અને y તમે જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો છો ત્યારે થોડીક વાતો કરવાનું મન થાય છે અને જો આ વાતો ગમે તો ગાંઠે બાંધી લેજો.તમે જ્યારે એકબીજાને સ્વીકારવાનું  નક્કી કર્યું છે ત્યારે એક વાત ખાસ સમજવાંની જરૂર છે કે આ સંબંધ એ ખાલી બીજી વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર જ નથી પણ તેના વ્યક્તિત્વનો પણ સ્વીકાર છે. તમે પાછલા પચીસ ત્રીસ વર્ષોમાં પોતાનું એક આગવું વ્યક્તિત્વ બનાવ્યું છે અને ઘણી વખત આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણે આ વ્યક્તિત્વ ની આસપાસ એક વર્તુળ દોર્યું હોય છે જેમાં બીજાને આવવાની તમે મનાઈ ફરમાવી હોય છે તે ભલે મમ્મી પપ્પા હોય કે