કોડ જેનો કોઇ તોડ નથી

  • 474
  • 134

 વિશ્વની જે કેટલીક પ્રાચિન લિપિઓ છે તેમાં ઇજિપ્તની લિપિનો સમાવેશ થાય છે આજે આટલી આધુનિક ટેકનોલોજી હોવા છતાં તેને ઉકેલવી એક પરિશ્રમ બની રહ્યું છે અને તેને ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ નથી.જોકે રોસેટા સ્ટોનની મદદ વડે જ્યાં ફ્રાન્કોઇસ ચેમ્પોલ્લીને આ પ્રાચિન સંસ્કૃત્તિનાં રહસ્ય ખોલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.આ સફળતા બાદ અન્ય કેટલાક કોડ તોડવાનો પ્રયાસ કરાયો હતો.જો કે તેમ છતાં કેટલાક કોડ હજી પણ રહસ્ય જ બની રહ્યાં છે જેને કોઇ તોડી શક્યું નથી કે આ લિપિઓને કોઇ ઉકેલી શક્યું નથી.જેમાં ડી એગેપિફ સાયફરનો સમાવેશ થાય છે.રશિયામાં જન્મેલા અંગ્રેજ કાર્ટોગ્રાફર એલેક્ઝાંડર ડી એગેપિફે ૧૯૩૯માં તેના પુસ્તકનાં અંતમાં એક પડકારરૂપ પહેલી