વાત મુદ્દા ની - વાંક કોનો?

  • 942
  • 272

આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ આપણને વિચલિત કરી મૂકે છે. આવીજ અમુક ઘટનાઓ આપણાં ગુજરાત મા નવરાત્રી ના દિવસો દરમિયાન બની - તરૂણીઓ પર દુષ્કર્મ ની. કેહવતા ‘સુરક્ષિત’ ગુજરાત માટે આ બહુ શરમજનક અને દુઃખદ ઘટનાઓ છે. વહિવટી અને પોલીસ તંત્ર માટે પ્રજા ને સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. પણ, નાગરિક તરીકે ખાલી તંત્ર પ્રત્યે ફિટકાર ની લાગણી બતાવી ને બેસી જવું તે પુરતું છે? ફેક્ટરી માં કામ કરતા લોકો ને ખબર હશે કે જ્યારે કોઇ ઇજનેરી સમસ્યા ઉદ્દભવે ત્યારે તેનું નિરાકરણ જ કરવા માં નથી આવતું પણ સમસ્યા નું ‘રૂટ કોઝ એનાલિસિસ’ એટલે કે તેના મૂળ સુધી પોહંચવા નો