મનહર બેન ના ચિઠ્ઠીથી રાધા આખો દિવસ ઉદાસ રહી અને તે રાત્રે પણ તેને વાંચવાનું મન ન હતું એટલે તે ચૂપચાપ તેની જગ્યાએ સુતી રહી. બીજા દિવસે જ્યારે તે ઓનલાઇન ક્લાસમાં ગઈ ત્યારે તેણે તેના સરથી પાછલા દિવસની બધી વાત કરી.તેની સામે તેના જે સર હતા તેનું ચહેરો તો દેખાતો ન હતો પરંતુ સામેથી કોઈ અવાજ આવતો ન હતો એટલે તેનો અર્થ રાધા એવો માની લીધો કે તે રાધા ની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. પૂરી વાત ખતમ કરેલા બાદ રાધા એ પૂછ્યું." સર મારે તમને પેરોલ ના વિશે વાત કરવી છે. શું હું થોડા દિવસ માટે ઘરે ન જઈ