એક ઘા ને બે કટકા અબ્દુલ જમાદાર ધીમે ધીમે અંધારામાં પોતાના ઘર તરફ હાલ્યો જાતો હતો.પણ એના પગમાં જરાય જોર ન હતુ.ઘેર જવાનો એને જરાય ઉત્સાહ.ઉતાવળ.કે ઈચ્છા ન હતી.પણ ઘર એટલે ઘર.ઘરે ગયા વગર કંઈ હાલે?નો જ હાલેને?અને એટલે જ એ ઘર કોર હાલ્યો જાતો હતો.એ ફુલ ટેન્શનમાં લાગતો હતો.અને એને કંઈ વાતનું ટેન્શન હોય એની તો તમને ક્યાંથી ખબર હોય?લાવો ત્યારે હું જ કહી દઉં. એની બૈરીને તમે ભાળી છે?અલમસ્ત હેડંબા જોઈ લ્યો.નામ એમનું ઈમરતી બેગમ.પણ ઈમરતી જેવા એમનામાં જરાય ગુણ નહીં હો.સ્વભાવ તો