ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "તો હવે તમે અમારી સાથે મળીને ઈશ્વરના સોગંદ ખાવ કે જયારે મામલો થોડો શાંત થશે ત્યારે આપણે ચારેય ભાઈઓ કંઈક બહાનું કરીને બાપુએ ચીંધેલી જગ્યાએ જાશું અને એ ખજાનો હાથ કરીશું અને ચારેય જણા સરખા ભાગે વહેંચી લઈશું ચાર ભાગ પડી ગયા પછી પોતપોતાના ભાગનું જેને જે કરવું હોય એને છૂટ." સૌથી નાના ભાઈ જનાર્દન રાવને ખજાનો મેળવવામાં સૌથી વધુ રસ હતો. એણે મહિપાલ રાવને કહ્યું. "નાનકા, તારી વાત માનીને હું ખજાનો કાઢવા તૈયાર થયો છું અને હજી તમને ત્રણેને કહું છું બાપુએ મરતા સમયે કહ્યું