3. અજાણી મદદગારકોલેજથી છૂટી હું દોડતી નજીકનાં બસસ્ટોપ પર ગઈ. મારા ઘરના રૂટની બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે આખરે એ બસમાં ચડી. બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ. કંડકટર પંચ ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો મુસાફરોને ટિકિટ આપવા ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો. થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી. મારાં આશ્ચર્ય વચ્ચે પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં. બધું જ ખાલીખમ! કોઈએ