મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી

  • 1.5k
  • 464

સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થીમ્સ અને તીવ્ર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે. કથાની વિષયવસ્તુ પ્રેક્ષકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અને સામગ્રીની પ્રકૃતિ માટે તેમને તૈયાર કરે છે. આ લેખ હ્રદય સાબૂત હોય તે લોકો વાંચશે એવો આગ્રહ રાખું છું.કથાઃ ૧૯૮૯માં બે સગા ભાઈ તેમના માતા-પિતાનું ખૂન કરે છે. તે વિષયના આધાર પર શૃંખલાની કથા આગળ વધે છે. વાર્તા એરિક-લાયલ-હોસેના બચપણ-ભૂતકાળમાં ડૂબકી લગાવે છે અને તેમની હાલની પરિસ્થિતી જણાવે છે. મોટો દીકરો (લાયલ) જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેના પિતા (હોસે) તેની સાથે નાહવા જતાં. તેના શરીર-ગુપ્તાંગને અડતા. લાયલ જ્યારે નવ વર્ષનો થયો અને