રાણીની હવેલી - 6

  • 936
  • 482

તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને ભયાનક અનુભવ્યું હતું. કંઈ સમજાતું ન હતું કે શું થયું હતું. મયંક તે પળ યાદ કરે છે જ્યારે તે અને નેહા હવેલી ની મુલાકાત લેવા સાથે ગયા હતા અને બંનેને બિહામણો અનુભવ થયો હતો. શરીર તો નેહાનું હતું પરંતુ અવાજ નેહા ન હતો. જાણે કોઈ આત્માએ નેહાના શરીરમાં પ્રવેશ કર્યો હોય. પરંતુ જાણે આટલું મયંક માટે પૂરતું ન હતું. આટલા ભયાનક અનુભવ બાદ પણ મયંક આ હકીકત સ્વીકારવા તૈયાર ન હતો. તેણે કોઈ દિવસ ભૂતપ્રેતમાં વિશ્વાસ કર્યો ન હતો અને અચાનક આવું કંઈ થાય તે કઈ રીતે સ્વીકારી શકાય?