નિતુ - પ્રકરણ 53

  • 1.1k
  • 740

નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી. પણ નવીન સામે નહિ. લંચનાં સમયમાં મોકો મળતાની સાથે તેણે કૃતિને ફોન કર્યો."હા બોલો દીદી, કેમ અત્યારે ફોન કર્યો? કોઈ કામ હતું?""ના કોઈ કામ તો નહોતું. બસ થયું કે તને ફોન કરી લઉં.""બાય દી વે, બધુ બરાબર તો છે ને?""હા...  બધું બરાબર જ છે. તને એવું લાગે છે કે કઈ કશું બરાબર નથી?" તેણે સીધું જ પૂછ્યું. કૃતિએ શાણપણથી જવાબ આપ્યો.  "લાગતું તો નથી પણ તમારો બદલાયેલો વ્યવહાર એવું લગાડવા માટે મજબૂર કરી રહ્યો છે." "તો એ જાણવા માટે તે વિદ્યા મેડમ ને ફોન કરી લીધો!" "તો શું કરું? તમે