જીવન એ કોઈ પરીકથા નથી - 3

  • 730
  • 456

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે..મમ્મી એટલે મમ્મી..મમ્મી પાસેથી બહુ શીખવા મળે.મમ્મીએ પહેલી નજરમાં જ નમિતાને પારખી લીધી હતી પણ મને કહ્યું નહોતું.કેવી રીતે કહે.. મહેમાનો ઘરમાં આવી ગયા હતા.જાય એટલે મમ્મી મનનો ઉભરો ઠાલવશે.મમ્મી ના કહ્યા મુજબ ડાહ્યો ડમરો બનીને હું નમિતાને બીજી રૂમમાં લઈ ગયો.વાતચીતનો આરંભ થયો..પણ મારે તો જે વાતચીત થઈ હતી એ મમ્મીને જ કહેવી હતી.એટલે શું વાત કરી એ પછી કહીશ..અમે બંને વાતચીત કરીને બહાર આવતા હતા ત્યારે પરેશભાઈ ખુશ ખુશ દેખાતા હતા.ને નાસ્તો ઝાપટતા હતા.પરેશભાઈ બોલ્યા... રમાબહેન આ નાસ્તો ઘરે બનાવ્યો છે કે બજારમાંથી.. બહુ સરસ છે એમ