ગામડાં ની ગરિમા

  • 520
  • 168

ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે વાર્તાલાપ કરે છે. સવારમાં ઊઠીને આંખો ચોળીને... આળસ મરડતા વડલા એ કહ્યું કે આજે વાતાવરણ કેવું ખુશનુમા લાગે છે. જાણે પાનખરની ઋતુમાં રસ્તો ભટકીને વસંત આવી ગઈ હોય, એમ મારી ડાળીએ ડાળીએ નવ ચેતના જાગે છે. કાપીને બુઠ્ઠા કરેલા વૃક્ષમાં કૂંપળ ફૂટી હોય એવું જીવંત જીવન અનુભવાય છે. ત્યારે હરખાતા લીમડાએ હરખનું આંસુ લૂછીને કહ્યું કે... હા મિત્ર જે બાળકોની ઉછળકૂદના આપણે સાક્ષી બન્યા છીએ... જેને આપણા હાથોએ હીંચકા ખવડાવ્યા છે... ધોમધખતા તાપમાં આપણો પાલવ ઓઢાડીને માતાની જેમ રમવા માટે છાયડો આપ્યો છે... જેણે આપણને વળગીને આપણો ખોળો ખુંદયો