તૂતેનખામેનનું મમી લોકો સાથે બદલો લેતું રહ્યું........

  • 212
  • 62

કેરાલાના પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનામાં રહેલાં સુવર્ણ અને ઝવેરાતનું આકલન કરવા ગુપ્ત ચેમ્બર્સ ખોલાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર ટી.પી. સુંદરરાજનનું મૃત્યુ થઈ ગયું. કેટલાક લોકો આ ઘટનાને દૈવી ખોફનું પરિણામ માને છે. આવી જ એક હજારો સાલ પુરાણી ઘટના જાણવા જેવી છે.તૂતેનખામેન મિસર (ઈજિપ્ત) નો રાજા હતો. એ વખતે મિસરના રાજાઓ ફેરો તરીકે જાણીતા હતા. મિસરના મહાન ફેરો ખિઓપ્સના શાસનના ૧૨૦૦ વર્ષ બાદ તૂતેનખામેન ફેરો બન્યો હતો. પરંતુ તે ૧૮ વર્ષની નાની વયે જ મૃત્યુ પામ્યો હતો. તે કોઈ મહત્ત્વપૂર્ણ ફેરો ના હોવાથી જમીનની નીચેની એક મકબરામાં તેને દાટી દેવામાં આવ્યો હતો.આ ઘટનાનાં હજારો વર્ષ બાદ એટલે કે ઈ.સ. ૧૯૨૨માં