અનોખો પ્રેમ

  • 712
  • 252

*અનોખો પ્રેમ*પાખીએ રિસ્ટવોચમાં નજર ફેરવી. બપોરના એકને દસ મિનીટ થઈ ગઈ હતી. ફટાફટ કામ આટોપી બાજુમાં બેઠેલી સ્વીટી તરફ જોયું. સ્વીટી અપલક નજરે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહી હતી. અને તેની આંગળીઓ કીબોર્ડ પર જાણે ચોંટી ગઈ હતી. પાખી તેના ખભા પર હાથ રાખીને બોલી, “સ્વીટી, ક્યાં ખોવાઈ ગઈ? લંચ ટાઈમ થઈ ગયો. ભૂખ નથી લાગી?”સ્વીટીની તંદ્રા તૂટી.“હં.” બોલી ડ્રોવરમાંથી લંચબોક્સ કાઢી પાખીની પાછળ યંત્રવત ચાલવા લાગી. આખી ઓફિસમાં માત્ર ફીમેલ સ્ટાફ જ હતો. તેમાંય સ્ટાફમાં જો સીનીયર કહી શકાય તેવું કોઈ હોય તો એકમાત્ર પાખી. ઉમરમાં પણ પાખી બધા કરતાં મોટી હતી. ચાલીસી વટાવી ચૂકેલ પાખીની બધી કલીગ પચ્ચીસેક વર્ષની