સિંદબાદની સાત સફરો - 6

  • 552
  • 1
  • 248

6.ફરીથી સહુ મિત્રો અને હિંદબાદ, સિંદબાદને ઘેર ભેગા થયા. સહુની આગતા સ્વાગતા  બાદ સિંદબાદે પોતાની પાંચમી સફરની વાત શરૂ કરી.“ફરીથી  એક સવા વર્ષ હું બગદાદમાં બેઠો રહ્યો પણ પગે કીડી ચડવા લાગી. મને લાગ્યું કે ભલે જોખમો ઉઠાવવાં પડે, દરિયો ખેડ્યા સિવાય મને ચેન પડે એમ નથી.આ વખતે મેં મારું પોતાનું વહાણ રાખ્યું અને મારો બધો માલ ભરી દીધો. બાકીનું વહાણ ભરવા માટે બીજા વેપારીઓને લીધા. તેમના  અને મારા માલ અને માણસો સાથે અમે અનુકૂળ દિવસે દરિયામાં ઝુકાવ્યું.આ વખતે તો મોસમ ખૂબ સરસ હતી. દરિયો પણ શાંત હતો. અમે અનેક બંદરો પર અમારો માલ વેચતા, બીજો ખરીદતા ચાલ્યા.એક  પ્રમાણમાં સહુના