નિતુ - પ્રકરણ 46

  • 1.1k
  • 680

નિતુ : ૪૬ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુને મનાવતી વિદ્યા પોતાની સફળતા ઝંખી રહી હતી અને તેની પાસે તેનાંથી બચવાનો કોઈ રસ્તો વધ્યો નહોતો.તેના ગાલ પર વિદ્યાનાં બંને હાથ રમી રહ્યા હતા. તે આ પરિસ્થિતિ માટે તૈય્યાર નથી એ વિદ્યા જાણી ગઈ એટલે તેને માનવવાનાં પ્રયત્નો થઈ રહ્યા. વિદ્યાનાં આ બદ ઈરાદાને રોકવા માટે નિતુને કશું સુજતુ નહતું. બસ માત્ર આંખો ભીંજાય ગઈ. તેના ચેહરા પર ફરતા હાથને પકડી તેણે વિદ્યાની આંખોમાં જોયું તો તેની આંખો એક પણ વખત ઝબક્યા વિના એને જ નિહાળી રહી હતી. વિદ્યા તેનો અણસાર પામી અને કહ્યું, "જે હોય તે મને ક્હે, હું છું ને!""એવું કશું નથી મેમ."વિદ્યાએ આશાભરી નજરે