૪૨ માતાની વેદના જેને સ્વપ્ન ન હોય તેની પાસે સ્વપ્ન કહેવું, જીવનની એ એક કરુણ ક્રૂરતા છે. ભીમદેવનો રાજ્યાભિષેક થયો. ફરીને પાટણ થાળે પડ્યું. ફરીને જાણે નિત્ય જીવન શરુ થયું. પણ એ સઘળા વ્યવહારમાં મહારાણીબા નાયિકાદેવીને હવે જુદું જ દર્શન થવા માંડ્યું. વિધિની ક્રૂર રમતનું પોતે એક પ્યાદું હોય એ નિહાળીને હવે એના અંતરાત્માને અસહ્ય વેદના થતી હતી. કોઈ નહિ ને પોતે, સોલંકીના મહાતેજસ્વી વંશનું વિલોપન કરવામાં કારણભૂત થાશે? એ ભીમદેવને નિહાળી રહ્યાં. એના પરાક્રમનો કોઈ પાર ન હતો, એની પડખે ઊભી હતી, હોંકારા દેતી, સિંહસેનાને જોઇને મહારાણીબા એક પળભર વેદના ભૂલી જતાં હતાં. પણ આ બધી જ ગાંડી શૂરવીરતા,