એક ચાન્સ

આરોહીની સ્કુલમાં આજે પેરેન્ટ્સ મિટિંગ હતી. દર વખતની જેમ આજે પણ એ ઉદાસ મન સાથે એના ક્લાસમાં એનો વારો આવે એની રાહ જોતી હતી. કેમકે પેરેન્ટ્સ મીટીંગમાં ફરજીયાત માતા-પિતા બંનેને આવવાનું રહેતું હતું. જયારે એની સ્કુલમાં પેરેન્ટ્સ મિટિંગ આવતી ત્યારે એના કલાસમેટસ એને ખીજવતા અને કોઈક તો વળી શરત પણ લગાવતું કે આ વખતે આરોહી માટે કોણ આવશે? એની મમ્મી કે એના પપ્પા?         અત્યારના જમાનામાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ થી અલગ રહેવું એક સામાન્ય બાબત બની ગઈ છે. એમાં પણ જો સંતાન હોઈ તો એ પણ અમુક સમય માતા પાસે તો અમુક દિવસ પિતા પાસે એમ દડાની જેમ ફેકાતા ફેકાતા પોતાનું