સંઘર્ષ - પ્રકરણ 9

  • 832
  • 1
  • 392

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ   પ્રકરણ – ૯ ધૂળીચંદનું રહસ્ય   ‘અમે મૂળ અહીંયાના નહીં. ના ના...’ ધૂળીચંદે વાત આગળ વધારી. રાજકરણને આ આખી વાત સાંભળવી હતી એટલે એણે પોતાના કાન સરવા કર્યા. ‘મારું મૂળ વતન રાજથાણાના રણપ્રદેશની એકદમ વચ્ચે આવેલું ગામ સીસોમેર. અમે ભલે સાવ સુખી ભઠ્ઠ જમીન પર જન્મ્યા, પણ અમારી અકલ બહુ ફળદ્રૂપ. છેલ્લી સાત-આઠ પેઢીથી જ વેપાર-ધંધામાં કુશળ અને આખા રાજથાણામાં અમારા દાગીના ખૂબ