નિતુ - પ્રકરણ 42

  • 1.1k
  • 750

નિતુ : ૪૨ (ભાવ) નિતુની મનઃસ્થિતિ અનંતની વાતોથી અલગ થઈ. તેના મનમાં ઉદ્ભવતા વિચારોને શાંત કરવા મથતી નિતુ હવે વિચારોના ઘોડા દોડાવવા લાગેલી. તેના વિચારોએ નવો વેગ પકડ્યો. અગાસીના હિંચકા પર બેઠેલી નિતુ એક ચિતે વિચાર કરી રહી હતી. તે અનંતની વાતોને પોતાના વિચારોથી સરખાવી તાળો મેળવવાની કોશિશ કરી રહી હતી."અનંતની વાત એકદમ સાચી છે. આખરે એક જ વ્યક્તિના અલગ અલગ બે રૂપ કઈ રીતે હોય શકે? લગ્નમાં વિદ્યા મેડમ સાવ અલગ જ લાગી રહ્યા હતા. તેનું આવું રૂપ મેં ક્યારેય નથી જોયું. શાંત, પ્રેમાળ અને કોમળતાની મૂર્તિ. શું આટલા સમયથી હું જેને જોઈ રહી હતી એ મેડમ હતા? કે પછી કાલે